મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં રિલીઝ થયેલી એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા હતાં. મોદીએ તેમણે જણાવ્યું હતું કે સત્ય બહાર આવી રહ્યું છે, જેને સામાન્ય લોકો જોઈ શકશે.

આ ફિલ્મ 2002માં ગોધરાકાંડની ઘટનાઓ આધારિત છે. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને ગોધકાંડ પછી ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતા. વડાપ્રધાન મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ જોવા માટે ચાર પોઇન્ટ્સ આપ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ ફિલ્મ સત્યનો હિંમતભર્યો ખુલાસો કરે છે.

શુક્રવારે રીલિઝ થયેલા આ ફિલ્મ પ્રથમ વીકએન્ડમાં બોક્સ ઓફિસ પર આશરે રૂ.8 કરોડની કમાણી કરી હતી. પ્રોડક્શન બેનર બાલાજી મોશન પિક્ચર્સે તેના X હેન્ડલ પર ફિલ્મનું ત્રણ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન શેર કર્યું હતું. ધ સાબરમતી રિપોર્ટએ શુક્રવારે રૂ.1.69 કરોડની કમાણી કરી હતી તથા શનિવાર અને રવિવારે અનુક્રમે રૂ.2.62 કરોડ અને રૂ.3.74 કરોડ એકત્ર કર્યા હતા.આ ફિલ્મમાં રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ છે.

 

 

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા”

Leave a Reply

Gravatar